Patan

Patan

પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુર ખાતે પુરાણપ્રસિદ્ધ માતૃતિર્થ બિંદુ સરોવર ખાતે રાજ્યભરમાંથી તર્પણ વિધિ માટે આવતાં લોકો કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરે અને કોરોના સંક્રમણ વધે નહીં તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચત કરવા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચનાઓ આપી હતી.

કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી સરસ્વતી નદીના કાંઠે તર્પણ વિધિનું ખુબ મહત્વ રહેલું છે. જેના કારણે આ સમયગાળા દરમ્યાન સિદ્ધપુરના બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે રાજ્યભરમાંથી હજારો લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે. હાલ જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ના કેસોને ધ્યાને લઈ આ સ્થળોએ કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે રૂબરૂ મુલાકાત લીધી હતી.

બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે તર્પણ વિધિ માટે આવતા લોકો તથા પંડિતોને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં સહયોગી થવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, તર્પણ વિધિ માટે પરિવારના ત્રણથી પાંચ લોકો જ આવે તથા ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયસ્કો અને ૧૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને ન લાવવામાં આવે. સાથે જ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવે અને સામાજીક અંતર જાળવવામાં આવે તે જરૂરી છે.

આ પણ જુઓ : પાટણ પોલીસ વિભાગે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી વસુલ્યો રૂ.૨૦ લાખથી વધુનો દંડ

વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ત્યાં આવતા કોઈપણ વાહનમાં ૭૫ ટકાથી વધુ લોકો બેસી શકશે નહીં. જેનો ભંગ કરનાર ચાલક તથા વ્યક્તિઓ સામે દંડની તથા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે વહિવટી તંત્ર દ્વારા ત્યાં મેળા માટે કોઈ પરવાનગી ન આપી હોવાથી ચા-નાસ્તો કે જમવા માટે પ્રવેશ કરનારા લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા માધુ પાવડિયા ઘાટ ખાતે કોવિડ ટેસ્ટીંગ માટે કેમ્પ શરૂ કરવામાં આવશે. જેમાં કોવિડ-૧૯ના ટેસ્ટની સાથે સાથે જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત નગરપાલિકા, મહેસુલ વિભાગ તથા પોલીસ વિભાગના સંકલનમાં કોવિડ-૧૯ ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ જુઓ : પાટણ : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે ૧૧ રોડ પર મજબૂત રેલીંગ માટે આપી મંજુરી

આ મુલાકાત દરમ્યાન સિદ્ધપુર પ્રાંત અધિકારી સુશ્રી સુપ્રિયા ગાંગુલી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.અલ્પેશ સાલ્વી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચંદ્રસિંહ સોલંકી, ચીફ ઑફિસરશ્રી જીતેન્દ્રભાઈ પટેલ સહિતના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટરશ્રીને વ્યવસ્થાથી અવગત કરાવ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024