પોલીસ (Gujarat Police)જવાનોના ગ્રેડ પે મુદ્દે હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાત ભાજપ સરકાર (Gujarat BJP Government) પોલીસને પટ્ટાવાળા સમજીને આંદોલનને કચડવાનો પ્રયાસ કરે છે. બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા જેવા અનેક પોલીસ કર્મીઓને મારું અને કોગ્રેસનું ખુલ્લું સમર્થન છે.
પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકાર સત્વરે નિર્ણય લેવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગણીઓ મુકી છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયાને નિવેદન આપતા કહ્યું હતુ કે આજે પોલીસ કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. રાત્ત દિવસ કામ કરી ઉજાગરા કરતા સિપાહીએ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ ખાખીના અવાજને અમે સમર્થન કરીએ છીએ. સામાન્ય માણસ ભયની નીચે થર થર કાંપે છે. સરકાર પોલીસ સાથે પટાવાળાની નોકરીની અપેક્ષા રાખે છે. પોલીસના મુખે સાંભળ્યું કે અમે પોલીસ છીએ પટાવાળા નહીં. રાજ્ય સરકાર સમાન કામ સમાન વેતનની વાતનો સ્વીકાર કરવો જોઇએ.
વધુમા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર એક હાર્દિકને કચડી નાખશો તો તેવા હજાર હાર્દિક ઊભા થશે. ગઈ કાલે રાત્રે તેમની માંગણીને ટેકો આપવા હું ત્યા ગયો હતો. પોલીસ ગ્રેડ પેના આંદોલનને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે. ગ્રેડ પે સાથે પોલીસ કર્મચારીના નોકરીનો સમય ફિક્સ કરવામાં આવે તેમજ જો ઓવર ટાઇમ નોકરી કરે છે તો તેમને યોગ્ય એલાઉન્સ મળવું જોઇએ.