Rain

ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. હવામાન વિભાગ (weather forecast) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પાટણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે. જેના કારણે ખેડૂતોની (farmers) ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર થઇ રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે જ કમોસમી વરસાદ કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (western disturbance) અસર સાથે જ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે.

ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝીબિલિટી ઘટશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદર કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝીબિલિટી ઘટી જશે. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડશે.

અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમા ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં ધૂમમ્સના કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચાલવું પડી રહ્યું છે.જોકે, અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આવી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 30 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ થશે.અને ત્યાર બાદ લઘુતમ તાપમાન નીચું જશે.અને ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024