ગુજરાતના કયા સાંસદને મળશે મંત્રીપદ, કયા સાંસદની લાલ લાઇટ વાળી ગાડી છીનવાશે?

ગુજરાતમાંથી ચૂંટાયેલા મોટાભાગના સિનિયર સાંસદોનું મંત્રી બનવાનું સ્વપ્ન છે. દિલ્હીમાં મોદી સરકાર મંત્રીમંડળ ગઠન અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના કયા સાંસદને લાલ લાઇટ વાળી ગાડી અને બંગલો મળશે અને કયા સાંસદનો બંગલો છીનવાશે, તે અંગે અટકળોનું બજાર ગરમ છે. ચાલો જાણીએ મોદી મંત્રીમંડળમાં ગુજરાતના કયા સાંસદનો થઈ શકે છે સમાવેશ.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો મેળવી છે. ગત વખતે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાત સાંસદોને કેન્દ્રિય પ્રધાન મંડળમાં સ્થાન મળ્યુ હતું. પરંતુ આ વખતે સાત સાંસદોને પ્રધાન મંડળમાં સ્થાન મળે એવી શક્યતા ઓછી છે. કારણ કે, એનડીએના સાથી પક્ષો વધુ મંત્રીપદ માગી રહ્યા છે. નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની ડિમાન્ડોનું લિસ્ટ ભાજપને સોંપી દીધું છે.

નરેન્દ્ર મોદી સરકાર ત્રીજીવાર કેન્દ્રની સત્તા મેળવવામાં સફળ થઈ છે. 2024 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. સ્પષ્ટ બહુમતી ન હોવાને કારણે ભાજપને ટેકાની જરૂર પડી છે. ભાજપને 240 બેઠક મળતા તેમને અન્ય પક્ષનો ટેકો લેવો પડશે. પાંચ વર્ષ સુધી NDA સરકાર ચલાવવા માટે ભાજપે સાથી પક્ષોને સાધી રાખવા પડશે. ભાજપને 240 સીટ ઉપરાંત આંધ્રપ્રદેશ તેલુગુ દેશમ પાર્ટીને 16, બિહારની જનતા દળ યુનાઈટેડને 12, શિવસેના સિંઘે જૂથની 7, NCP અજીત પાવર જૂથને 1, LJP ને 5 અને GDS ને 2 સીટ મળી છે.

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લેશે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી છે. એટલે એનડીએમાં સામેલ સાથી પક્ષો તકનો લાભ લઈને પ્રેશર પોલિટિક્સ કરી મનગમતાં મંત્રાલય મેળવવા તલપાપડ છે. જેની સીધી અસર મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી બનતા મંત્રીઓની સંખ્યા પર થઈ શકે છે. ગુજરાતમાંથી 26માંથી 25 લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા. આ સંખ્યા ઘટીને 4થી 5 થઈ શકે છે. ગત ટર્મમાં કેન્દ્રિય પ્રધાન રહેલા દર્શના જરદૌશ અને મહેન્દ્ર મુંજપરાને તો ભાજપે  ટિકિટ જ આપી નહોતી. પણ જેપી નડ્ડા, જયશંકર, માંડવિયા અને અમિત શાહને સાચવવામાં સૌથી મોટો ઘડો લાડવો રૂપાલા, દેવુસિંહ ચૌહાણનો થાય તેવી શક્યતા છે. ઉપરાંત રૂપાલાના વિવાદને કારણે ભાજપ ફરીવાર એમને પ્રધાન બનાવે તેવી સંભાવના નથી. મોદીના એક સમયે ખાસ ગણાતા રૂપાલાથી મોદી નારાજ હોવાથી રૂપાલાની જીત છતાં મંત્રાલય મળે તેવી સંભાવના નથી પણ પાટીલનો સમાવેશ કેવી રીતે કરવો એ ભાજપ માટે સૌથી મોટો પ્રશ્ન છે.

સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં ભાજપે લોકસભા સુધી એમને જવાબદારી સોંપી હતી. પાટીલ દિલ્હી જવા માટે થનગની રહ્યાં છે. પાટિલ ગુજરાતમાં સૌથી વધારે લીડથી જીતનારા નેતા છે. એમના કાર્યકાળમાં ભાજપ 156 સીટો જીતવાની સાથે રાજ્યમાં 25 લોકસભા સીટો પર વિજેતા બન્યું છે. સીઆર પાટીલ પાસે હવે પ્રદેશ અધ્યક્ષનું કાર્યકારી પદ છે. ભાજપ સામે સૌથી મોટુ સંકટ હવે ગઠબંધન સરકાર છે. સહયોગીઓને સાચવવામાં ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે બીજા રાજ્યો પર ફોકસ વધારવું પડશે. જેને પગલે મંત્રાલયો બીજા રાજ્યોમાં વહેંચાય એવુ રાજકીય વર્તુળોમાં ચર્ચાય રહ્યું છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદેશમંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી એમનું કેબિનેટ પદ પાક્કું છે. અમિતભાઈ શાહ પણ કેબિનેટ મંત્રી બનશે. હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે. રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે છે. ભાજપ માટે વિકટની સ્થિતિ એ છે કે જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. હવે નડ્ડાને પણ ગુજરાતમાંથી મંત્રાલય અપાય તો દેવુસિંહ ચૌહાણને ઝટકો લાગી શકે છે.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

Nelson Parmar

Related Posts

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે વરસાદ 24 થી 26 જૂન દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ   #ambalalpatel…

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી! A liquor party…

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024