WHO

WHO એ Unicef અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારીથી પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભ માટે ખતરો વધી રહ્યો છે.

WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે.

વર્ષમાં 20 લાખથી વધારે ‘સ્ટિલબર્થ’ના કેસ સામે આવશે. આ રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હશે.

તમને જણાવી દઈએ કે WHO તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે દર વર્ષે 20 લાખ શિશુ મૃત (સ્ટિલબર્થ) પેદા થાય છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

જેમાં મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હોય છે. ગર્ભધારણ કર્યાના 28 અઠવાડિયા કે તેના પછી બાળકનું જન્મ અથવા પ્રસૃતિ દરમિયાન શિશુ મૃત થાય તો તેને ‘સ્ટિલબર્થ’ કહે છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે ગત વર્ષે ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં દર ચાર જન્મમાંથી ત્રણ ‘સ્ટિલબર્થ’ હતા.

સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ)ના કાર્યકારી નિર્દેશક હેનરિટા ફોરે કહ્યું કે, “દર 16 સેકન્ડમાં ક્યાંક કોઈ માતા ‘સ્ટિલબર્થ’ની પીડા સહન કરે છે. તેમણે કહ્યુ કે ખૂબ જ કાળજી, પ્રસૃતિ પહેલા યોગ્ય સારસંભાળ અને સુરક્ષિત પ્રસૃતિ માટે ડૉક્ટરોની મદદથી આને રોકી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024