- પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ તો જોર પકડ્યું જ છે
- રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી શકયતા છ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા સ્વભાવિક છે. પક્ષમાં પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ તો જોર પકડ્યું જ છે સાથો-સાથ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતા છે. જો આવું થાય તો સંગઠનની રચના ઉપર તેની સીધી અસર જોવા મળશે
NDA ગઠબંધનનાં સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન મળ્યુ છે ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદ ખાલી પડ્યું છે. એ જોતાં કોને ગુજરાત ભાજપનું સુકાને સોંપવામાં આવશે તે અંગે કેટલાંક નામોની ચર્ચા શરૂ થઈ છે. પાટીલની દિલ્હી વિદાય બાદ ગુજરાતમાં નવા પ્રદેષ પ્રમુખની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ચર્ચા છે કે, આ જ મહિનામાં ગુજરાત ભાજપના માળખામાં ધરખમ ફેરફાર થાય તેવા એંધાણ છે. પહેલાં ભાજપના પ્રદેશ સંગઠનમાં સાફસુફી કરાશે ત્યારે બાદ મંત્રીમંડળનુ વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
પ્રદેશ પ્રમુખ પદના દાવેદાર
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય એવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય 6 જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે
જગદીશ વિશ્વકર્મા
જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ ઓબીસી ચહેરો છે. સરકાર અને સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે. હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.
દેવુંસિંહ ચૌહાણ
પૂર્વ કેન્દ્રીય મંત્રી દૈવુંસિહ ચૌહાણ ઓબીસી ચહેરો છે. આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતને સ્થાન મળ્યું નથી. જેથી દેવુંસિંહ ચૌહાણને પ્રદેશ પ્રમુખપદે તક મળી શકે છે. દેવુંસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે.
ગોરધન ઝડફિયા
ગોરધન ઝડફિયાને પાટીદાર ચહેરા તરીકે સ્થાન મળી શકે છે. કારણ કે તેએ સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે સિનિયર એને અનુભવી ચહેરો છે. ગોરધન ઝડફિયાને સરકાર અને સંગઠન બન્ને ચલાવવાનો અનુભવ છે.
શંકર ચૌધરી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ય પ્રદેશ પ્રમુખ તરીકે સ્થાન મળી શકે છે કેમકે, તેમને ગોરધન પણ સંગઠનનો અનુભવ છે. સરકાર અને સંગઠન સાથે તાલમેલ કરી શેકે છે.
આઇ.કે.જાડેજા
ક્ષત્રિય નેતા આઈ.કે.જાડેજા પણ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. સાથે સંગઠનનો બહોળો અનુભવ રહ્યો છે તે જોતાં ફીટ બેસે છે.
બાબુભાઈ જેબલિયા
બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત ન હોય પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમાપાસુ છે સંગઠનમાં સ્વીકૃત વ્યક્તિ તરીકેની છબી. સંઘનું બેકગ્રાઉન્ડ પણ તેના જમાપાસામાં ઉમેરો કરે છે. આ સાથે જ તેઓ કાઠી-ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો પણ છે.
પ્રદિપસિંહ જાડેજા
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વધુ એક નામ જે ચર્ચામાં છે તે છે પ્રદિપસિંહ જાડેજાનું. પ્રદિપસિંહ જાડેજા હાલ લાઈમલાઈટથી દૂર છે. ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો છે અને રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ તેઓ કામગીરી સંભાળી ચુક્યા છે.
વિનોદ ચાવડા
વિનોદ ચાવડા ગુજરાત ભાજપના યુવા ચહેરા તરીકે જાણીતા છે. સંગઠન મહામંત્રીનો તેમનો અનુભવ કામ લાગે એવો છે. ત્રણ ટર્મથી તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે અને દલિત નેતા તરીકે પણ વિનોદ ચાવડા સ્વીકૃત ચહેરો છે. વિનોદ ચાવડા પણ પક્ષના મોવડીમંડળ માટે સ્વીકૃત નેતાની છબી ધરાવે છે.
PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI