Work from home
- વૈશ્વિક મહામારી કોરોનામાં લોકોની સલામતી માટે સરકાર દ્વારા ઘણા નિર્ણય લઇ લોકોને કોરોનાથી બચાવવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.
- જો કે, શાળાઓ અને કોલેજો પણ બંધ હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.
- તો રાજ્યના શિક્ષણમંત્રીએ વધુ એક નિર્ણય લઇ કોલેજ પ્રોફેસરોને પણ વર્ક ફ્રોમ હોમ (Work from home) આપવાનું નક્કી કર્યું છે.
- 5000 જેટલા પ્રોફેસરોએ વર્ક ફ્રોમ હોમ (Work from home) ની માંગણી કરી હતી તે સરકારે સ્વીકારી લીધી છે.
- જેથી પ્રોફેસરોએ હવે કોલેજ આવવું ફરજિયાત નહીં રહે.
- તો હવેથી પ્રોફેસરો ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ આપી શકશે.
- 31 ઓગસ્ટ સુધી કોલેજના પ્રોફેસરોને કોલેજ આવવા માથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે.
- તો હવે રાજ્યના 5000 જેટલા પ્રોફેસરો કેન્દ્ર સરકારાના જુના પત્ર મુજબ જ ઘરેથી કામ (Work from home) કરી શકશે.
- જો કે, આ નિર્ણય શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક બાદ લેવામાં આવ્યો છે.
- ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 29-7-2020ના રોજ ઓર્ડર કરવામાં આવ્યો હતો તેને રાજ્ય સરકારે 31-8-2020 સુધી લંબાવી દીધો છે.
- જેમા જણાવામાં આવ્યું કે, 1-7-2020ના નામાંકિત પત્રથી દર્શાવેલ સુચનાઓમાં કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ તા 31-8-2020 સુધી બંધ રાખવા જણાવવામાં આવ્યુ હતું.
- તો આ અંગે રાજ્ય શિક્ષણ વિભાગના નાયબ સચિવ રોનક મહેતાએ એક પત્ર જાહેર કર્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow