World Health Organization
બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળતા બ્રિટનમાં પહેલા કરતા પણ વધારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ (World Health Organization) ને આ અંગે કહ્યું છે કે બ્રિટેનમાં મળેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હાલ કાબૂમાં છે. વર્તમાન સમયે આપણી પાસે જે ઉપાય છે તેના વડે તેના પર કાબૂ મેળવી શકાય તેમ છે.
મળતી માહિતી મુજબ કોરોના વાયરસના આ નવા સ્ટ્રેનના ફેલાવાની દર ઘણી વધારે છે. બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે કોરોના વાયરસનો આ નવો પ્રકાર પહેલા કરતા 70 ટકા વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે. એટલે કે આ નવો વાયરસ પહેલા કરતા પણ વધારે ચેપી છે.
આ પણ જુઓ : કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત ,એકનું મોત
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇમરજન્સી વિભાગના પ્રમુખ માઇકલ રેયાને એક ખાસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે કોરોના મહામારીના સમય દરમિયાન અમે ઘણી જગ્યાઓ પર આ કરતા પણ વધારે સંક્રમણ દર જોઇ છે અને તેના પર નિયંત્રણ પણ મેળવ્યું છે. તેને જોતા અત્યારે બ્રિટનમાં જે સ્થિતિ છે તે નિયંત્રણ બહારના કહી શકાય.
ઉપરાંત તેમને કહ્યું કે વર્તમાન સમયે આપણે જે ઉપાય કરી રહ્યા છીએ તે એકદમ બરાબર છે. બસ તેમાં થોડી ઝડપ લેવાની જરૂર છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.