રાજકોટમાં પિતાએ મોબાઇલમાં PUBG ગેમ રમવાની ના પાડતાં જીવન ટૂંકાવ્યું

પોસ્ટ કેવી લાગી?

Rajkot News : રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે રહેતા 23 વર્ષીય ભાવેશ સોલંકી દ્વારા રવિવારના રોજ રાત્રે 10:00 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને બેભાન હાલતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં મોડી રાત્રે 12:40 કલાક આસપાસ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલાની જાણ શાપર-વેરાવળ પોલીસને થતા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ઘટના સંબંધિત નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક બે ભાઈ એક બહેનમાં મોટો અને આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. તેમજ તેમના પિતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક મોબાઈલમાં પબજી ગેમ વધું પડતો રમતો હોવાથી તેના પિતાએ તેને ગેમ ઓછી રમવાની અને અભ્યાસમાં ધ્યાન દેવા મામલે ઠપકો આપતાં યુવકને માઠું લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

મૃતકે ધોરણ 12 આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ હાલ આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ મૃતક બે ભાઈ એક બહેનમાં વચેટનો હોવાનું પણ સામે આવ્યું છે. મૃતકના પિતા અમિતભાઈ સોલંકી છૂટક મજૂરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ તો પરિવારના આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઈ લેતા સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures