YouTuber Carry Minati
યૂટયૂબર કેરી મિનતી (YouTuber Carry Minati) ને બોલીવૂડની એક બિગ બજેટ ફિલ્મ ઓફર થઇ છે. એક રિપોર્ટના અનુસાર અજય દેવગણ નિર્મિત મેડે ફિલ્મ કેરી મિનાતી ઉર્ફે અજય નાગરે સાઇન કરી છે.
આ પ્રોજેક્ટ વિશે કેરી મિનાતીએ વાત કરતાં જણાવ્યું હતું કે, મારા ભાઇ દીપક ચાર જેઓ બિઝનેસ હેડ છે તેમને અજય દેવગણની પ્રોડકશન કંપનીના કો-પ્રોડયુસર કુમાર મંગત પાઠકનો ફોન આવ્યો હતો. તેમણે આ ફિલ્મની ઓફર અમને કરી હતી.
આ પણ જુઓ : અજય દેવગણ નિર્મિત ફિલ્મમાં અભય દેઓલ અને કરણ દેઓલ કામ કરશે
વધુમાં જણાવતા કેરી મિનાતીએ કહ્યું હતું કે, જોકે જે પાત્ર માટે મને પસંદ કરવામાં આવ્યો છે તે માટે મને કમ્ફર્ટ જોનથી બહાર આવવું નહીં પડે. મારા સદભાગ્યે મને અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાથે કામ કરવાની તક મળી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.