ભારતમાં દર 30 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે, જાણો શું છે બ્રેઈન સ્ટ્રોક.

તમને જાણીને નવાઈ લાગશે ભારતમાં દર 30 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે. એટલે કે દર એક મિનિટે 3 વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બને છે. ફોર્થ એન્યુઅલ કોંગ્રેસ ઓફ સોસાયટી ઓફ ન્યુરો વસ્ક્યુલર ઇન્ટરવેન્શન (SNVICON) 2019ની મુંબઈમાં યોજાયેલી ત્રણ દિવસીય ઇવેન્ટમાં આ બાબતે ચર્ચા થઇ હતી.

આ ઇવેન્ટનો હેતુ સ્ટ્રોક બીટેબલ છે એવો મેસેજ આપવાનો હતો. લોકોની બદલતી લાઈફસ્ટાઇલને કારણે ભારતમાં બ્રેઈન સ્ટ્રોકથી પીડાતા લોકોની સંખ્યામાં ગંભીર વધારો થઇ રહ્યો છે.

ભારતમાં દર વર્ષે 1.54 મિલિયન લોકો બ્રેઈન સ્ટ્રોકથી પીડાય છે જેમાં 90% દર્દીઓ ટાઈમ પર હોસ્પિટલ પહોંચવામાં નિષ્ફળ જાય છે. 55 વર્ષની ઉંમર બાદ લાઈફટાઇમ સ્ટ્રોકનું રિસ્ક દર પાંચમાંથી એક મહિલાને અને દર 6 પુરુષમાંથી એક પુરુષને રહે છે.

બ્રેઈન સ્ટ્રોકમાં હાર્ટ અટેકની જેમ એકસમાન લક્ષણ જોવા મળતા નથી. બ્રેઈન સ્ટ્રોકનો આધાર મગજનો કઈ બાજુનો ભાગ અસરગ્રસ્ત છે તેના પર આધાર રાખે છે. બ્રેઈન સ્ટ્રોક સમયે બને એટલી ઝડપથી હોસ્પિટલ પહોંચવું જોઈએ. બ્રેઈન સ્ટ્રોકમાં સીટી અથવા એમઆરઆઈ સ્કેન જરૂરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here