હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 26-27ના 36 ગુણ કરી બે છાત્રોને પાસ કરી દીધા કૌભાંડનો થયો પર્દાફાશ.

પાટણ – હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ સુધારવાનું કૌભાંડ આજકાલનું નહીં પણ આગળથી ચાલતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલમાં ચાલી રહેલી તપાસમાં બહાર આવેલી વિગતોમાં વર્ષ 2018ના ઓક્ટોબર-ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાઓમાં એમએસસીના ત્રણ છાત્રોને પાસ કરવા ગેરરીતિ આચરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

એક વિદ્યાર્થીને 26માંથી 36 ગુણ કરી આપી, તો બીજાને 9 ગુણ વધારી આપી પાસ કરી દેવાયો છે. તો એકમાં આખી ઉત્તરવહી જ બદલી દેવાઇ હોવાની હકીકત પ્રકાશમાં આવતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે.

યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટમાં પાસ કરવા પૈસા ઉઘરાવાયા હોવાના તાજેતરમાં વાયરલ થયેલા મેસેજને પગલે યુનિ.ના કુલપતિ ડૉ. અનિલ નાયકે તુરંત જ તપાસના આદેશ કરી બે સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીએ હાથ ધરેલી તપાસમાં ગંભીર ચોંકાવનારા તથ્યો બહાર આવતાં યુનિવર્સિટીને મળેલા એ ગ્રેડ પર કાળો ધબ્બો લાગી રહ્યો છે.

રિએસેસમેન્ટમાં ગેરરીતિ અંગેની વધુ તપાસમાં ઓક્ટોબર- ડિસેમ્બર-2018ની પરીક્ષામાં એમએસસી સેમ-3માં નાપાસ થયેલા 3 છાત્રોને રિએસેસમેન્ટમાં પાસ કરવા માટે બે છાત્રોના ગુણ વધારવામાં આવ્યા હોવાનું તેમજ એક છાત્રના ગુણમાં સુધારો થવાની શક્યતા ન હોય આખી ઉત્તરવહી જ બદલી નાખી તેને પાસ કરાયો હોવાનું બહાર આવ્યું હોવાનું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

ગુણ સુધારવાના કૌભાંડમાં ત્રણ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયાનું સામે આવ્યું છે. જેમાં એમએસસી સેમ-3ના એક છાત્રની ઉત્તરવહી બદલી, તેમજ અન્ય બે છાત્રોની ઉત્તરવહીમાં ગુણ સુધારો કરી જેમાં એક ઉત્તરવહીમાં 26 માર્ક્સ હતા, જેમાં 10 વધારી 36 માર્ક્સ મૂકી પાસ કર્યો હતો. બીજી ઉત્તરવહીમાં 9 માર્ક્સ વધારી પાસ કર્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here