પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં વિધાસભા સત્ર દરમિયાન દારૂના આંકડા જાહેર કરવામાં આવ્યા, જેમાં રાજ્યમાં છૂટથી દારૂ વેચાઇ રહ્યો હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો, સાથે જ સરકારનું કહેવું છે કે દારુબંધી માટે કડક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે સરકારે ગાંધીનગર અને અમદાવાદમાં 20 જેટલી હોટલને દારૂ વેચવાની પરમીટ પણ આપી છે.

રાજ્ય સરકારને 2 વર્ષમાં 13.46 કરોડની આવક થઇ હોવાનું વિધાનસભા સત્ર દરમિયાન કહેવામાં આવ્યું છે. ત્યારે આ આવક વધુ થવાના અંદાજ સાથે રાજ્ય સરકારે વધુ 20 હોટલને દારૂ વેચવાની મંજૂરી આપી છે. આ હોટેલ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી છે. જો કે આ હોટેલમાંથી દારૂ ખરીદવા માટે પરમીટ હોવી જરૂરી છે.

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાંદેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર તરફથી રોજના દેશી દારૂના 181 કેસ અને વિદેશી દારૂના 41 કેસો નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી છે.

રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોાવની વાતો કરતી ભાજપ સરકારના રાજ્યમાં રોજના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશીદારૂ 15,40,454 લિટર, વિદેશી દારૂની 1,2959463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઇ છે. જેની કિંમત 2548082966 થયા છે.

ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી જોઇએ તો, રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસો, 29,989વિદેશી દારૂના કેસો નોંધાયા છે. એટલે કે દૈનિક 181 કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક 41 કેસો નોંધાય છે. આ કેસોમાં 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024