મંગળદોષના કારણે જો વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો યુવક કે યુવતીના રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો

વિવાહ યોગ્ય યુવક કે યુવતીના સમયસર લગ્ન ન ગોઠવાતાં હોય તો તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે, પરંતુ  કેટલાક સરળ ઉપાયો જાણીએ જેનાથી શીઘ્ર વિવાહ ગોઠવાય.

વિવાહ માટે વાસ્તુના ઉપાયો

વિવાહ જીવનનો મહત્ત્વનો 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. જો વિવાહ નક્કી થવામાં અડચણો આવતી હોય તો તેનાં અનેક કારણો હોઇ શકે છે. તેમાંથી એક કારણ વાસ્તુદોષ પણ હોઇ શકે છે. વાસ્તુદોષના કારણે વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો અંતે જણાવેલ વાસ્તુના અચૂક ઉપાયો અજમાવવા જોઇએ. વિવાહ પહેલાંની યુવક-યુવતીની મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ માટે બેસવાની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જોઇએ કે જેથી બંનેનું મુખ દક્ષિણ દિશા તરફ રહે. મંગળદોષના કારણે વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો.
ઘરના મુખ્ય દ્વાર નજીક વાસ્તુદોષ હોય તો વિવાહ માટેની વાતચીત અન્યના ઘરે રાખવી જોઇએ. વિવાહયોગ્ય યુવક કે યુવતી જે પલંગ પર સૂતાં હોય તેની નીચે લોખંડની કોઇ વસ્તુ કે નકામો સામાન ન રાખવો. તેમના પલંગ નીચેની જગ્યા ખાલી જ રાખવી. વિવાહયોગ્ય યુવક-યુવતીના રૂમમાં કોઇ પ્રકારનું મોટું ખાલી વાસણ ઢાંકણું વાસીને ન રાખવું. રૂમમાંથી ભારે સામાન હોય તો હટાવી દેવો જોઇએ.

વિવાહ માટેના ફેંગશૂઇ ઉપાયોઃ

ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશૂઈમાં પણ વિવાહની ઇચ્છા રાખનાર યુવક-યુવતીઓના વિવાહ ન ગોઠવાઈ રહ્યાં હોય તો તે ઝડપથી ગોઠવાય એ માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે.

– તમે વિવાહ કરવા માટે ઇચ્છુક હોવ તો તમારે ફેંગશૂઈ મેન્ડેરિયન બતકોના જોડાનું પેઈન્ટિંગ અથવા મૂર્તિ બેડરૂમમાં રાખો. એટલું ધ્યાન રાખજો કે માત્ર એક બતક ન મૂકતાં કે ત્રણ બતક ન મૂકતાં. બતકોનું જોડું જ રાખવું. આ ઉપાયો યુવકો માટે ખૂબ જ અસરકારક છે.
– ફેંગશૂઈ અ્નુસાર ઘરના કોઈ પણ રૂમની સકારાત્મક ઊર્જામાં વધારો કરવા માટે ફૂલ કે તેના ગુલદસ્તાનો ઉપયોગ કરવાનું ફેંગશૂઈમાં સૂચવાયું છે. તેમાંય ખાસ કરીને પિયોનીનાં (Peony) ફૂલોને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો યુવતી વિવાહયોગ્ય હોય અને તેના વિવાહ-સંબંધ ન ગોઠવાતો હોય તો ઘરમાં પિયોનાનાં ફૂલ અથવા તેની પેઈન્ટિંગ લગાવવું લાભદાયી સાબિત થશે. તેના માટે સૌથી ઉત્તમ સ્થાન ડ્રોઈંગરૂમ છે. તેનાથી યુવતીને ઇચ્છિત પતિ મળશે