IPLમાં રમશે ડી વિલિયર્સ, ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ પ્રથમ વખત કર્યો ખુલાસો

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબીડી વિલિયર્સે મેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇને ચોકાવી દીધા હતા. ડી વિલિયર્સે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે તે આઇપીએલમાં આવનારા કેટલાક વર્ષો સુધી રમતો રહેશે. આ સિવાય તે ઘરેલુ ક્રિકેટમાં પણ ટાઇટન્સ માટે રમવાનું ચાલુ રાખશે.

IPLમાં રમતો રહેશે ડી વિલિયર્સ

ડી વિલિયર્સે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘હું કેટલાક વર્ષો સુધી આઇપીએલમાં રમવાનું ચાલુ રાખીશ. આ સિવાય હું ટાઇટન્સ માટે પણ રમતો રહીશ, જેનાથી હું યુવા ખેલાડીઓની મદદ કરી શકું. જોકે, હજુ સુધી મે કોઇ પ્લાન નથી બનાવ્યો. હું ઘણા સમયથી કઇ કહી શક્યો નથી, મને વિશ્વભરમાંથી ઓફર મળી છે પરંતુ હું એમ નથી કહી શકતો કે લાંબા સમય સુધી રમીશ’.એબીડી વિલિયર્સ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમે છે. આઇપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ વર્ષે આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પ્લે ઓફની રેસમાંથી બહાર થયા બાદ ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો.ડી વિલિયર્સના આ નિર્ણયે સૌને ચોકાવી દીધા હતા. ક્રિકેટ ફેન્સ આશા કરી રહ્યાં હતા કે તે 2019ના વર્લ્ડકપ સુધી રમવાનું ચાલુ રાખશે.

ડી વિલિયર્સે આઇપીએલમાં 141 મુકાબલામાં 39.53ની એવરેજથી 3953 રન બનાવ્યા છે. ડી વિલિયર્સ ક્યારેય પોતાની ટીમને આઇપીએલનો ખિતાબ જીતાડી શક્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024