પાટણ શહેરમાં જગદીશ ભગવાનની ૧૩૯મી ઐતિહાસીક રથયાત્રાને અનુલક્ષીને ભક્તજનોમાં ભારે ઉમંગ આનંદ અને ઉલ્લાસ પ્રવતી રહ્યો છે. પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલ જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાાથના દર્શન માટે ભાવિક ભક્તો સવારથી ઉમટી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્ટના પાલન સાથે દર્શનનો લાભ લઇ રહ્યા છે.

રથયાત્રાને અનુલક્ષીને પાટણ શહેર ઉપરાંત મંદિર સંકુલમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
ભગવાન જગન્નાાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના ત્રણ રથ શણગારીને જગદીશ મંદિર પરિસર આગળ ઊભા કરી દેવામાં આવ્યા છે. ભાવિક ભક્તોમાં જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી રહયા છે.

જગતના નાથ બપોરે બે વાગે પાટણ શહેરની પરિક્રમાએ નીકળનાર હોય ગ્રામ્ય અને શહેરી ભક્તોમાં ભગવાનના દર્શન કરવાનો અનેરો લાભ લેવા ભારે આતુરતા જોવા મળી રહી છે.

જગદીશ ભગવાનના મંદિર સંકુલમાં ભાવિક ભક્તો માટે ચણા અને મગના પ્રસાદનું વિતરણ થઇ રહ્યું છે. સમગ્ર પ્રસંગ શાંતિપૂર્ણ રીતે પાર ઉતરે તે માટે જગન્નાાથ મંદિર કમિટી અને પાટણ શહેરના ભાવિક ભક્તો અને નગરજનોના સહકારથી સુંદર વ્યવસ્થા ગોઠવાઈ છે. પાટણમાં રાત્રિના સમયે ભારે વરસાદ વરસ્યા બાદ પણ હજુ પણ દિવસના સમયે ભારે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે આમ છતાં પરસેવે રેબઝેબ ભક્તો ભગવાન જગદીશના દર્શન માટે અધીરા બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે, ભક્તોએ ઘેર બેઠાં ટીવી પ્રસારણ પર દર્શનનો લાભ લેવો પડશે.

પાટણમાં રથયાત્રાને અનુલક્ષીને બગવાડા દરવાજા ખાતેથી વાહનોને ચતુર્ભુજ બાગ તરફ જવા વાહનો માટે પ્રતિબંધ અમલી બનાવાયેલ હોય પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા પણ તેમની ગાડી બગવાડા દરવાજે મૂકીને ચાલતા જ રુટના નિરીક્ષણ માટે નીકળ્યા હતા અને પોતે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી હોવા છતાં પબ્લિક માટે બનાવેલા કાયદાનું પાલન કયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024