‘ વેજીટેબલ જલફ્રેઝી ‘ ગુજરાતીઓ ની મનપસંદ વાનગી . ખાવા પીવા ના શોખીનો માટે ખાસ વાનગી.
સામગ્રી:
- ગાજર,
- 2 ફૂલગોબી,
- 8-9 ટુકડા લીલા વાલ,
- 11-12 ફળીલીલા કેપ્સિકમ,
- 2 નાના કદનાલીલા વટાણા,
- 1/2 કપ ટમેટુ,
- 1 નાનુ ડુંગળી મધ્યમ કદની,
- 2 બદામ,
- 7-8 કાજૂ,
- 7-8 આદુ,
- 2 ઈંચનો ટુકડો લસણ,
- 2-3 કળી જીરુ,
- 1 ટીસ્પૂનલાલ મરચાનો પાવડર,
- 1 ટેબલસ્પૂન લીલા ધાણાનો પાવડર,
- 1 ટેબલસ્પૂન લીંબુનો રસ,
- 1 ટેબલસ્પૂન લીલા ધાણા ઝીણા સમારેલા
- મીઠું, સ્વાદ અનુસાર
બનાવા માટેની રીત
- શાકભાજીને 1 ઈંચના ટુકડામાં સમારી લો.
- એક ડુંગળીને સમારીને બાજુ પર રાખી દો. બીજી ડુંગળીની પાતળી સ્લાઈસ કરીને બાજુ પર મૂકી દો.
- બદામ અને કાજૂની પેસ્ટ બનાવી લો.
- આદુ અને લસણને સાથે પીસી લો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો.
- તેલમાં પીસેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી પકાવો.
- ગેસની આંચ ધીમી કરો. તેમાં આદુ-લસણની પેસ્ટ, લીંબુનો રસ, લાલ મરચાનો પાવડર અને સૂકા ધાણાનો પાવડર ઉમેરો. એકાદ મિનીટ પછી તેમાં બદામ-કાજૂની પેસ્ટ ઉમેરો. મિશ્રણ ઘટ્ટ અને કોરુ થાય ત્યા સુધી તેને પકાવો. કઢાઈની કિનારીએથી છૂટુ પડવા દો.
- તેમાં ગાજર, ફૂલગોબી અને લીલા વાલના દાણા ઉમેરો. બરાબર મિક્સ કરો. 1 કપ પાણી ઉમેરો. હલાવીને તેને ઢાંકી દો અને 4-5 મિનીટ સુધી પકાવો.
- હવે તેમાં લીલા કેપ્સિકમના ટુકડા, ટમેટા, લીલા વટાણા અને સ્લાઈસ કરેલી ડુંગળી ઉમેરો અને સતત હલાવતા રહો.
- શાકભાજી પાકી જાય ત્યા સુધી પાકવા દો. અને હવે તેમાં મીઠું ઉમેરો.
- ગેસ પર 1 મિનીટ સુધી પાકવા દો.
- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ વેજીટેબલ જલફ્રેઝી સર્વ કરો