પાટણ તાલુકાના શંખારીથી જાખાના જવાના રોડ પર ઝાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે બાતમીના આધારે છાપો મારી જુગાર રમતાં 10 જુગારી પકડી પાડ્યા હતા. જ્યારે પાંચ શખ્શ પોલીસને જોઈ નાસી ગયા હતા.પાટણ તાલુકા પોલીસની ટીમે બાતમી આધારે રેડ કરી રૂ. 43,860 ની રોકડ અને 10 મોબાઈલ, દસ નંગ કેટ તેમજ જુદા જુદા દરના પ્લાસ્ટિકના 132 ટોકન જપ્ત કર્યા હતા. પાટણ તાલુકા પોલીસ મથકે કુલ 15 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ શખ્સો ઝબ્બે
- બાબુભાઈ રૂગનાથભાઈ ચૌધરી રણાવાડા
- સુરાભાઈ કરસનભાઈ ચમાર રહે જાખાના
- દિનેશભાઈ ગાડાભાઈ પટેલ રહે ઊંઝા
- યાસીનભાઈ ઉમરભાઈ બલોચ સિધ્ધપુર
- શબ્બીરખાન ઇમામખાન બલોચ પાટણ
- મોસીનભાઈ છોટે ખાન બલોચ રહે પાટણ
- ગુલાબ ખાન મીરખાન બલોચ સરિયદ
- ભાવેશ ઈશ્વરલાલ પ્રજાપતિ રહે પાટણ
- રાજેન્દ્ર કુમાર સેવંતીલાલ સોની રહે પાટણ
- પુષ્કરાજ સુરેશભાઈ મોદી રહે પાટણ
ભાગી ગયેલા શખ્શો
- આબિદ ખાન ઇબ્રાહિમ શેખ રહે પાટણ શહેર
- કમાલમીયા ઉસ્માન મિયાં સૈયદ, રહે સંખારી ગામ
- રૂસ્તમમિયા ભાઇમીયા સૈયદ રહે ગામ સંખારી
- ઇમરાન એહમદ બલોચ રહે પાટણ
- હસિફમિયા મહેબુબમીયા સૈયદ રહે પાટણ, શહેર