Patan : પોલીસને પાટણ (Patan) ના હર્ષનગરના રહેણાંક મકાનમાં હારજીતનો જુગારની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બુઘવારે મધ્ય રાતના પોલીસે દરોડા પડ્યા હતા. તેમાં 7 જુગારીઓને રોકડ રૂ.45470, કિ.રૂ.3000ના 3 મોબાઇલ મળી કુલ રૂ.48470 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમાં બલોચ ઇમામખાન ગુલાબખાન, ભાટીયા અશ્વિનકુમાર બાબુલાલ, પરમાર દિનેશભાઇ ડાહ્યાભાઇ, ખત્રી ઘનશ્યામભાઇ મધુસુદનભાઇ, રાજેશકુમાર જેસંગભાઇ પ્રજાપતિ, સબ્બીરખાન ઇમાનખાન બલોચ અને હેતલ ઉર્ફે બોડી બચુભાઇ પટેલની ઘરપકડ કરવામી આવી.
જયારે સિદ્ધપુરના ટેલીફોન એક્સચેન્જની બાજુમાં ચાર જુગારીઓને રોકડ રૂ.5820, મોબાઇલ નં-02 કિ.રૂ. 5500 મળી કુલ રૂ.11320 સાથે તમામ ઝડપ્યા હતા. સમીરખાન હૈદરખાન પોલાદી, અકરમભાઇ મહેમુદભાઇ બેલીમ, આશીફભાઇ હુસેનભાઇ સિપાઇ અને અસલમશાહ હનીફશાહ ફકીર આ ચાર જુગારીઓને જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.