Lock down

ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોનનો કાળો કહેર યથાવત છે. દિવસેને દિવસે કોરોનાના કેસો વઘતા જ જાય છે. તો આજે સુરતમાં મનપા દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. સુરતના માંગરોળમાં 12 દિવસનું લોકડાઉન (Lock down) આપવામાં આવ્યું છે. તો હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ બન્ને દિવસે ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

આવતી કાલથી સુરતના માંગરોળ તાલુકા મથકે 12 દિવસનું લોકડાઉન (Lock down) જાહેર કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતે સતત વધી રહેલા કોરોનાના કેસને લઈઆ નિર્ણય લીધો છે. જોકે આ લોકડાઉન દરમ્યાન માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ એમાં આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે.

આ ઉપરાંત તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે. માંગરોળ તાલુકામા અત્યાર સુધીમાં 495 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. જ્યારે તાલુકામાં 18 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

જો કે, લોકડાઉનનાં કારણે સમગ્ર દેશમાં લોકોના રોજગાર-ધંધા ઠપ થયા છે. તેમજ લોકો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. તો માંગરોળમાં પણ વધુ 12 દિવસનું લોકડાઉન અપાતા અહિંના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ગ્રામ પંચાયતે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લીધો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024