Navratri
રાજ્ય સરકાર શહેરોના પ્રોફેશનલ ગરબાને નહીં, પરંતુ ગામડાંની માતાજીની ગરબીઓને જ કેટલાક નિયમો સાથે છૂટછાટ આપે એવી શક્યતા છે. ખાસ કરીને શહેરોમાં સોસાયટી અને પોળોમાં પણ નવરાત્રી (Navratri) ના ગરબા માટે નહીં, પરંતુ માત્ર માતાજીની સ્થાપના માટેની છૂટ આપવામાં આવી શકે છે.
ગુજરાતના સૌથી મોટા નવ દિવસના નવરાત્રી (Navratri) ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે, ત્યારે સરકાર પણ યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. જેમાં અનલોક-4ની ગાઈડલાઈન મુજબ 100 વ્યક્તિ સાથેના શેરી ગરબાને મંજૂરી આપી શકે છે.પરંતુ કોરોનાની સ્થિતિમાં પોલીસની સાથે જે-તે વિસ્તારના આરોગ્ય વિભાગની પણ મંજૂરી મળ્યા પછી જ પોલીસ ગરબાની મંજૂરી આપે એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી.
- Vidhya Balan પોતાની પહેલી વેબસિરીઝમાં આ રોલ અદા કરશે
- Extramarital Affair: પત્નીએ પતિનું 30 વર્ષ જૂનું લફરું પકડ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરોમાં તો ગરબાને મંજૂરી આપવી ઘણું જોખમી છે, જ્યારે ગામડાંમાં નાની ગરબીઓને કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવે એ અંગે વિચારણા ચાલી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્ટોબર મહિનામાં આવી રહેલી નવરાત્રી ગુજરાતીઓ માટે એક મોટો તહેવાર ગણાય છે, ત્યારે ગુજરાતની જનતા અને નવરાત્રીના આયોજકો પણ ગુજરાતમાં કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરીને ગરબા માટેની મંજૂરી આપવામાં આવે એવું ઈચ્છી રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.