યુક્રેન અને રુસ વચ્ચે થયેલા યુદ્ધમાં પાટણ ના 30 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા કરીને ફસાયેલા વિદ્યાર્થીઓને પરત દેશમાં લાવવાના પ્રયત્નો કર્યા હતા ત્યારે રોમાનિયાથી દિલ્લી એરપોર્ટ પર પાટણના 12 જેટલા વિદ્યાર્થીઓ આવી પોંહચતા દિલ્લી થી સિદ્ધપુર સુધી આ વિદ્યાર્થીઓને વૉલ્વો મારફતે ગતરોજ લાવવામાં આવ્યા હતા.
ત્યારે આ બારેય વિદ્યાર્થીઓના વાલીઓ સિદ્ધપુર ખાતે પોંહચતા પિતા પુત્રો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પોતાના વ્હાલસોયા હેમખેમ પરત આવતા તેમને ભેટી પડ્યા હતા.