Vadodara
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. વડોદરા (Vadodara) માં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં ગઈકાલે તંત્રની હાઇ લેવલ બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે, બેઠકમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટેની ચર્ચા કરાઈ હતી. આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. શહેરમાં દરેક વોર્ડવાઈઝ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ ફરશે અને માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરશે.
ગઈકાલે વડોદરાના ઓએસડી વિનોદ રાવે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, વડોદરામાં 120 હોટ સ્પોટ નક્કી કરાયા છે. આ તમામ હોટ સ્પોટમાં પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ કાર્યવાહી કરશે. માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલાશે. તો સાથે જ શહેરના ગાર્ડન અને પબ્લિક સ્પોટ પર રાહત દરે માસ્કનું વેચાણ કરાશે.
આ પણ જુઓ : ભારતીય હવાઇ દળનું MiG 29 K ટ્રેનર વિમાન દરિયામાં ક્રેશ
માસ્ક વગર દુકાનમાં કામ કરનાર, વેપાર કરનારની દુકાનો સીલ કરાશે. જે શહેરના મોટા મોલ માટે ચારેય ઝોનમાં એક ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરી છે, જે મોલમાં ભીડ હશે તે મોલને સીલ કરાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.