Rajasthan

Dethli Circle

બુધવારે સિદ્ધપુર દેથળી સર્કલ (Dethli Circle) પર રાત્રે ટ્રક ચાલકે મેસ્ટ્રો ચાલકને ટક્કર મારતા પાછળ બેઠેલા યુવાન પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુરની અલકાપુરી સોસાયટીમાં રહેતા અમિતકુમાર હેમંતભાઇ શર્મા અને તેમના કાકાના દીકરા રવિકુમાર શર્મા બંને મેસ્ટ્રો જીજે 24 પી 6777 લઇ ફુઆ સંજીવ શર્માજી દીકરાના લગ્નમાં જવા નિકળ્યા હતા. ત્યારે દેથળી સર્કલ તરફ વળતાં પાછળથી ટ્રકે ટક્કર મારતા સ્કુટીની પાછળ બેઠેલા રવિ શર્માને ગંભીર ઈજાઓ થતાંં સારવાર અર્થે ધારપુર અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાતાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું.

આ પણ જુઓ : નવી શિક્ષણ નીતિ મુજબ મહિનામાં 10 દિવસ વિદ્યાર્થીઓ બેગ વગર સ્કૂલે…

આ અંગે અમિતકુમાર હેમંતભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે ટ્રક નંબર આર.જે 22 જી.એ. 8701 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024