Bipin Rawat

તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં બુધવારે મોટી દુર્ઘટના થઈ છે અને ભારતીય વાયુસેનાનું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવત સહિત સેનાના અન્ય લોકો સવાર હતા. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. CDS બિપિન રાવત અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

14 લોકો હતા સવાર

હેલીકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. હેલીકોપ્ટરમાં જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત સિવાય ઘણા સીનિયર અધિકારી સામેલ હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. બધાના મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે.

ક્યાં ક્રેશ થયું હેલીકોપ્ટર?

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી સ્ટાફ હાજર હતો. જે જગ્યાએ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ છે.

હેલીકોપ્ટરમાં બિપિન રાવત સાથે કોણ-કોણ હતા?

આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા.

ક્યાં જઈ રહ્યા હતા બિપિન રાવત?

જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનું હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024