Patan News : સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે 17 વર્ષીય સગીરા શનિવારે રાતે 10 વાગ્યાના અરસામાં ગુમ થઈ હતી. તેની આજુબાજુમાં શોધ ખોળ કરતા તે વિસ્તારમાં નજીકમાં જમીન ભાગેથી વાવેતર ખેતી કરતો એક યુવાન પણ ગુમ છે.
ત્યારે પરિવારના સભ્યોને શંકા છે કે તે યુવાન આ સગીરાને ભગાડી લઈ ગયો હોવાની સગીરાની માતાએે ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ જે.બી.આચાર્યએ તપાસ હાથ ધરી છે.