દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલસીબી સ્ટાફ નરેશભાઈ, મુકેશભાઈ, મિલનદાશ, કિસ્મતજી,અશોકભાઈ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી નં.GJ.05.BZ.2434 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ડીસા તરફથી આવી રહેલ છે.”

જે આધારે નાકાબંધી કરી ગાડીના ચાલક બાબુસિંગ લાલસિંગ જાતે.સોલંકી રહે.કાચોલી તા.પીંડવાડા જી.શિરોહી(રાજસ્થાન) વાળાના કબ્જાની ગાડીમાંથી સ્વીફટ નં.GJ.05.BZ.2434 માંથી ગે.કા અને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ/બિયર ટીન નંગ-૮૦૪ કિ.રૂ.૧,૨૨,૨૨૦/- તથા સ્વીફટ ડીઝાયર ગાડી નં.GJ.05.BZ.2434 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૩૨,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તથા નાકાબંધી દરમ્યાન ગાડીમાંથી નાસી જનાર ગજારામ લાલારામ જાતે.રબારી રહે.શિરોહી ગોયલી ચોક તા.જી.શિરોહી તથા દારૂનો જથ્થો ભરાવનાર વિનોદ રાવલ રહે.શિરોહી ગોયલી ચોક તા.જી.શિરોહી વાળાઓની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024