18-days-after-the-memo-of-60-thousand-citizens-understand-the-meaning-of-the-stop-line

હાઇકોર્ટના આદેશ પછી ટ્રાફિકના નિયમોના અમલના પાલન માટે પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરતાં અમદાવાદીઓ હવે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરતાં શરૂ થયા છે. શહેરના પાંચ જંકશન પર ગોઠવવામાં આવેલા સ્માર્ટ સિટી કેમેરામાં 26 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીના 18 દિવસમાં સ્ટોપ લાઈનનો ભંગ કરનારા 60 હજાર વાહનચાલકોને મેમો ઈશ્યુ થયા પછી હવે લોકો સ્ટોપ લાઈનનો અર્થ સમજતા થયા છે અને મોટાભાગના ચારરસ્તે વાહનો સ્ટોપ લાઈનની પાછળ ઊભા રાખતા થયા છે.

ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કરવા કમીશનરે શોર્ટ ફિલ્મ તૈયાર કરાવી

દરમિયાન લોકો ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરે તે માટે તેમને શિક્ષિત કરવા પોલીસ કમિશનર એક શોર્ટ ફિલ્મ તૈયારી કરાવી રહ્યા છે. આ ફિલ્મ દરેક થિયેટરમાં શો શરૂ થાય તે પહેલાં દર્શાવવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ મિડિયા મારફતે પણ લોકોને નિયમ પાલન અંગે જાગૃત કરાઈ રહ્યા છે. આ શોર્ટ ફિલ્મમાં શહેરને ટ્રાફિકજામથી મુક્ત કરવા લોકોએ પોલીસને સાથ અને સહકાર આપવો જોઇએ તેવો મેસેજ આપવામાં આવશે. ફિલ્મમાં શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘનું એક મનપસંદ ગીત મૂકવામાં આવ્યું છે. આ શોર્ટ ફિલ્મ શહેરના થિયેટરોમાં બતાવવામાં આવશે. આ શોર્ટ ફિલ્મ 15 ઓગસ્ટથી દર્શાવાશે.

કાકરિંયાના મલ્ટિલેવલ પાર્કિંગનું ટેન્ડર ફરી ભરાશે

બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટિલેવલ પાર્કિંગ વધુ બનાવવા કવાયત હાથ ધરી છે. પરંતુ કાંકરિયા વર્ષોથી તૈયાર થયેલું મલ્ટિલેવલ પાર્કિંગ વપરાશમાં નથી અને તેનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થઈ ગયો છે. નવું ટેન્ડર બહાર પાડ્યું છે પરંતુ વપરાશ થતો ન હોવાને કારણે કોઈપણ કોન્ટ્રાક્ટર તેનો ભાવ ભરવા તૈયાર નથી. જેથી આ પાર્કિંગ વપરાશમાં છે તેવું બતાવવા માટે અને નાગરિકો પણ તેનો ઉપયોગ કરે એટલે જ્યાં સુધી કોન્ટ્રાક્ટ અપાય નહીં ત્યાં સુધી આ પાર્કિંગ નાગરિકો માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે. હાલ આ મુદત 1 મહિનાની હોવાનું અધિકારીનું કહેવું છે.

18 દિવસમાં 60 હજાર મેમો પછી શહેરીજનો સ્ટોપ લાઈનનો અર્થ સમજ્યા

-60 હજાર સ્ટોપ લાઈનના કેસ, 26-7-18થી 12-08-18 સુધીમાં પાંચ જંકશન પર લાગેલા સ્માર્ટ સિટી કેમેરાના કેસ
-56,400પોલીસ કેમેરાના 5 એપ્રિલથી 12 ઓગસ્ટ 2018 સુધીના
-14,700નો-પાર્કિંગના 15 એપ્રિલથી 12 ઓગસ્ટ 2018 સુધીના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024