મોદી સરકાર 3.0 ના શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જે સાંસદો સુધી ફોન પહોંચ્યો છે તેઓ ખુશીથી શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ફોન ન આવતા વરિષ્ઠ સાંસદોને લઈને શંકાની સ્થિતિ છે. આવી સ્થિતિમાં ભાજપના 20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમને મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે. 

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બની ઈતિહાસ રચવાના છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા શપથગ્રહણની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સમારોહમાં સામેલ થવા દેશના નેતાઓ ઉપરાંત વિદેશના નેતાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે. આ ઉપરાંત જે સાંસદોને ફોન પહોંચ્યો છે, તેઓ ખુશી વ્યક્ત કરી શપથની તૈયારી કરી રહ્યા છે. જ્યારે 20 સાંસદો એવા છે, જેઓ અગાઉ મોદી 2.0 સરકારમાં હતા, પરંતુ આ વખતે તેમનું પત્તુ કપાયું છે. આમાં સૌથી ચોંકાવનારું નામ સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરનું છે.

20 દિગ્ગજનું પત્તું કપાયું

  • અજય ભટ્ટ
  • સાધ્વી નિરંજન જ્યોતિ
  • મીનાક્ષી લેખી
  • રાજકુમાર રંજન સિંહ
  • જનરલ વી.કે. સિંહ
  • આર.કે. સિંહ
  • અર્જુન મુંડા
  • સ્મૃતિ ઈરાની
  • અનુરાગ ઠાકુર
  • રાજીવ ચંદ્રશેખર
  • નિશીથ પ્રમાણિક
  • અજય મિશ્રા ટેની
  • સુભાષ સરકાર
  • જૉન બારલા
  • ભારતી પવાર
  • અશ્વિની ચૌબે
  • રાવસાહેબ દાનવે
  • કપિલ પાટીલ
  • નારાયણ રાણે
  • ભાગવત કરાડ

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024