6 ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ નવી કેબિનેટમાં સ્થાન, PM મોદી સાથે લીધા શપથ

  • 9 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધા શપથ
  • PM મોદી સાથે 6 પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ

Modi Cabinate : નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં  9 જૂન, રવિવારે સાંજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ બીજા પીએમ બન્યા છે. આ પછી રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને શિવરાજ સિંહ ચૌહાણે શપથ લીધા. મોદી સહિત 72 મંત્રીઓએ શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શપથ લેનારા મંત્રીઓમાંથી 6 પૂર્વ મુખ્યમંત્રીઓ છે. હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ, આસામના પૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલ, બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ શપથ લીધા છે. આ સિવાય ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ રાજનાથ સિંહે સતત ત્રીજી વખત મોદી સાથે શપથ લીધા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી પણ મોદી સરકારનો હિસ્સો બની ગયા છે. આ સિવાય મોદી સરકાર 3.0માં સ્વતંત્ર પ્રભારી સાથે પાંચ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે 36 સાંસદોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં છ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સ્થાન મળ્યું છે.

રાજનાથ સિંહ 

રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 1988માં એમએલસી બન્યા બાદ તેઓ 1991માં યુપીના શિક્ષણ મંત્રી બન્યા. આ પછી વર્ષ 1994માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા.1999માં તેમને પ્રથમ વખત કેન્દ્રીય પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા. ઓક્ટોબર 2000માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.

શિવરાજ સિંહ ચૌહાણ

1990માં ધારાસભ્ય બનેલા શિવરાજ સિંહ ચૌહાણની ગણતરી ભાજપના શક્તિશાળી નેતાઓમાં થાય છે. 6 વખત સાંસદ રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણ ચાર વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2000થી 2003 દરમિયાન ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરીકે પણ સેવા આપી હતી.

મનોહર લાલ ખટ્ટર

2000-2014 દરમિયાન, ખટ્ટર હરિયાણામાં ભાજપના સંગઠન મહાસચિવ હતા. 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને કરનાલથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. પ્રતિસ્પર્ધી ઉમેદવાર (કોંગ્રેસ) દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ તેમને બહારના વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હોવા છતાં, તેઓ મોટા માર્જિનથી જીત્યા, જે પછી ખટ્ટરને રાજ્યમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને પાર્ટી દ્વારા તેમને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું. ખટ્ટરે લગભગ 10 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

સર્બાનંદ સોનોવાલ

સોનોવાલ અગાઉ 2012 થી 2014 અને ફરીથી 2015 થી 2016 સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આસામ રાજ્ય અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે 2014 થી 2016 સુધી ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે પણ સેવા આપી છે. 2016ની આસામ વિધાનસભા ચૂંટણી પછી તેઓ આસામના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અને આસામના પ્રથમ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બન્યા.

એચડી કુમારસ્વામી

જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના સાંસદ એચડી કુમારસ્વામી, જેઓ એનડીએમાં સહયોગી છે, તેમણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ વખતે તેઓ માંડ્યા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. કુમારસ્વામીએ 284620 મતોથી ચૂંટણી જીતી હતી. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર કુમારસ્વામી 2006 અને 2007 વચ્ચે અને 2018 અને 2019 વચ્ચે બે વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 

જીતનરામ માંઝી

બિહારના હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના વડા અને બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીને પણ મોદી સરકારમાં પહેલીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. 1980માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ગયાની ફતેહપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. આ પછી માંઝીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેઓ સતત રાજકારણમાં સક્રિય છે. તેમની 44 વર્ષની રાજકીય કારકિર્દીમાં જીતન રામ માંઝી જનતા દળ (1990-1996), રાષ્ટ્રીય જનતા દળ (1996-2005) અને JDU (2005-2015) જેવી પાર્ટીઓમાં રહી ચૂક્યા છે.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

Nelson Parmar

Related Posts

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે વરસાદ 24 થી 26 જૂન દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ   #ambalalpatel…

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી! A liquor party…

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024