Bangalore

અલગ અલગ મામલામાં 200 કરોડ રુપિયાથી વધારે ટેક્સની હેરાફેરી કરનારા ચાર શખ્સોની ધરપકડ કરી છે. હાલના દિવસોમાં જીએસટી ઇન્ટેલિજન્સની બેંગલોર (Bangalore) શાખા દ્વારા શહેરમાં જે રેડ કરવામાં આવી તેમાં સામે આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 1000 કરોડ રુપિયાની બોગસ સેવાઓ માટે ચીની લોકો સહિત નેશનલ કંપનીઓ માટે નકલી ચલણ બનાવ્યા છે.

આ સિવાય મુંબઇ સ્થિત ચીની કંપનીઓ સહિત અનેક જગ્યા પર રેડ કરવામાં આવી છે અને બોગસ ઇનપુટ ક્રેડિટ સાથે જોડાયેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે. સૂત્રો પાસેથી માહિતિ મળી છે કે દિલ્હીના કમલેશ મિશ્રાએ બોગસ કંપનીઓ નામે 500 કરોડના ચલણ બનાવ્યા છે. કમલેશ મિશ્રાએ દેશભરના ગરીબ વ્યક્તિઓના નામ ઉપર 23 કંપનીઓ બનાવી છે.

આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR

એક અધિકારીએ જણાવ્યું કે બોગસ કંપનીઓ શરુ કરવા માટે તેમણે 80 કરોડ રુપિયાના નકલી ચલણ બનાવ્યા. કમલેશ મિશ્રાએ મોટી લોન મળે તેવા હેતુંથી પોતાનું ઉત્પાદન વધારે બતાવ્યું અને બોગસ બિલો બનાવ્યા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024