Comedian Bharti Singh

Comedian Bharti Singh

NCB એ ડ્રગ કનેકસન કેસમાં કૉમેડિયન ભારતી સિંહ (Comedian Bharti Singh) અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી છે. જે મામલે કોર્ટે 4 ડિસેમ્બર સુધીની જયુડિશ્યિલ કસ્ટડી આપી છે. તેમણે કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

એનસીબીની ટીમે ગઇકાલે રાતે ભારતીના ઘરે છાપો માર્યો હતો દરમિયાન ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ એક ડ્રગ પેડલરને ધરપકડ બાદ 15 એલએસડી ડૉટ્સ, 40 ગ્રામ ગાંજો અને અન્ય નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો તેની પૂછપરછ દરમિયાન કૉમિડયન ભારતીની સંડોવણીની જાણ થઇ હોવાનુ કહેવાય છે. એનસીબીએ ભારતી અને તેના પતિ હર્ષને તાબામાં લઇ કલાકો સુધી પૂછપરછ કરી હતી.

આ પણ જુઓ : બેંગલોરમાં 200 કરોડ રુપિયાનું GST ફ્રોડ, ચારની ધરપકડ

ભારતીએ પૂછપરછમાં નશીલા પદાર્થનુ સેવન કરતી હોવાનું કબૂલ કર્યુ હતુ. છેવટે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.