આવી ગઈ નવી નોટબંધી : 2000 રૂપિયા ની નોટ થઈ જશે બંધ, આ તારીખ સુધી જ માન્ય ગણાશે 2000 ની નોટ
વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે (2000 rupee note ban). 2000 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોટબંધીના 6 વર્ષ બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટી વાત સામે આવી રહી છે કે ફરી એકવાર આ નોટો બજારમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. હવે સરકારે આ મામલે મોટો નિર્ણય આજે લીધો છે. 23મીથી માત્ર 10 હજારની એક સાથે નોટ બદલી શકાશે. સરકારના આ નિયમ મુજબ 1 ઓકટોબર પછી ગુલાબી નોટ કાગળ બની જશે.
વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે તેનું કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કરી દેવામાં આવશે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ પડી છે, તો તમે તેને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં બદલી શકો છો.
2000ની નોટો છાપવામાં આવતી નથી
તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવાના બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ