SBI announced new guidelines for changing 2000 notes

SBI Announced New Guidelines for Changing 2000 Notes : એસબીઆઈએ એક સર્કુલર જાહેર કરીને તમામ શાખાઓને નિર્દેશ આપ્યા છે કે, એક વારમાં 2000 રૂપિયાની 10 નોટ અથવા 20,000 રૂપિયા બદલવા માટે કોઈ ફોર્મ ભરવાની જરુર નથી. આ ઉપરાંત લોકોને આટલી નોટ બદલવા માટે કોઈ ઓળખાણ પત્ર પણ બતાવવાની જરુર નથી. એસબીઆઈએ જાહેર કરેલા નિર્દેશમાં બેન્ક મેનેજરને કહ્યું કે, નોટ બદલવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે આ નિર્દેશોનું પાલન કરવામાં આવે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2000ની ચલણી નોટને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એસબીઆઈએ પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઇ પણ વ્યક્તિએ આઇ પ્રુફ આપવું પડશે નહીં કે કોઇ ફોર્મ ભરવું પડશે નહીં. 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ એક સાથે સરળતાથી બદલી શકાશે.

23 મેથી 30 સપ્ટેમ્બર, 2023ની વચ્ચે, કોઈપણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટો છે તે બેન્કમાં જઈને સામે એટલા પૈસા લઈ શકે છે જેને માટે વધારાનું કોઈ ફોર્મ ભરવાની જરુર નથી. જો કે, થાપણોને લઈને બેંકના જે પણ નિયમો છે તેનું પાલન કરવું પડશે.

આપને જણાવી દઈએ કે, 2000 રૂપિયાની નોટની છાપણી 2018-19માં બંધ કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી તેને ચલણમાં ખૂબ જ ઘટાડો આવ્યો છે. હાલના સમયમાં જેટલી કરન્સી નોટ સર્કુલેશનમાં છે, તે ફક્ત 10 ટકા ભાગની જ 2000 રૂપિયાની નોટ છે, જ્યારે 2018માં માર્ચમાં તે 31 ટકાની આસપાસ પહોંચી ગઈ હતી. 2000 રૂપિયાની નોટને નોટબંધી બાદ માર્કેટમાં આવેલ કેશની કમીને પુરી કરવા માટે લાવવામાં આવી હતી. શરુઆતમાં તો લોકોએ તેનો ઉપયોગ કર્યો, પણ ધીમે ધીમે 2000ની નોટ બજારમાંથી લગભગ ગાયબ જ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024