Narendra-Modi-Independend

“વર્ષ 2022, એટલે કે આઝાદીના 75માં વર્ષે અને જો શક્ય બનશે તો તેના પહેલા જ ભારતમાતાનું કોઈ સંતાન પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે. તેના હાથમાં ત્રિરંગો હશે.”

 72માં સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપતા દેશને મોટી ખુશખબરી આપી હતી. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા મોદીએ જાહેરાત કરી હતી કે 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થશે. ત્યાં સુધી ભારત ગગનયાનના માધ્યમથી અંતરિક્ષમાં ત્રિરંગો લઈ જશે.

 વડાપ્રધાન મોદીએ ISRO અને દેશના વૈજ્ઞાનિકોની સફળતાઓની પ્રશંસા કરતા નજીકના ભવિષ્યની યોજનાનો ખુલાસો કર્યો હતો. મોદીએ કહ્યું, "આજે મને એ વાતનો આનંદ છે કે આ પવિત્ર અવસર પર મને દેશને ખુશખબર આપવાનો મોકો મળ્યો છે. વર્ષ 2022, એટલે કે આઝાદીના 75માં વર્ષે અને જો શક્ય બનશે તો તેના પહેલા જ ભારતમાતાનું કોઈ સંતાન પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે. તેના હાથમાં ત્રિરંગો હશે. તેની સાથે જ આપણો દેશ અંતરિક્ષમાં મનુષ્ય મોકલનાર ચોથો દેશ બની જશે. આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ભારતનો પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે." (રાજઘાટ ખાતે મોદી)

વડાપ્રધાન મોદીએ ISRO અને દેશના વૈજ્ઞાનિકોની સફળતાઓની પ્રશંસા કરતા નજીકના ભવિષ્યની યોજનાનો ખુલાસો કર્યો હતો. મોદીએ કહ્યું, “આજે મને એ વાતનો આનંદ છે કે આ પવિત્ર અવસર પર મને દેશને ખુશખબર આપવાનો મોકો મળ્યો છે. વર્ષ 2022, એટલે કે આઝાદીના 75માં વર્ષે અને જો શક્ય બનશે તો તેના પહેલા જ ભારતમાતાનું કોઈ સંતાન પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે. તેના હાથમાં ત્રિરંગો હશે. તેની સાથે જ આપણો દેશ અંતરિક્ષમાં મનુષ્ય મોકલનાર ચોથો દેશ બની જશે. આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ભારતનો પુત્ર કે પુત્રી અંતરિક્ષમાં જશે.” (રાજઘાટ ખાતે મોદી)

 વડાપ્રધાને આ સાથે જ ઇસરોની સફળતાઓની પ્રશંસા કરતા કહ્યું કે દેશને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે, જેઓ નવી નવી શોધમાં સૌથી આગળ છે. આ વૈજ્ઞાનિકોએ જ્યારે એક સાથે 100થી વધારે સેટેલાઇટ્સ અંતરિક્ષમાં પહોંચાડ્યા હતા ત્યારે દુનિયા જોતી રહી ગઈ હતી. હવે દેશનું લક્ષ્ય માનવસહિત યાનને અંતરિક્ષમાં મોકલવાનું છે.

 નોંધનીય છે કે અત્યાર સુધી ફક્ત રશિયા, અમેરિકા અને ચીને જ અંતરિક્ષમાં મિશન કાર્યક્રમ ચલાવી રહ્યા છે. ઇસરોએ ગયા જ મહિને અંતરિક્ષ યાત્રીઓનું જીવન બચાવતા Pad abort test (પેડ)નું સફળ પરીક્ષણ કર્યું હતું. અંતરિક્ષમાં માનવ મિશન માટે આને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 નોંધનીય છે કે ચંદ્રયાન-1 ભારતનું પ્રથમ ચંદ્ર અભિયાન હતું અને તેને 2008માં લોંચ કરવામાં આવ્યું હતું. જ્યારે મંગલયાન ભારતનું મંગળ અભિયાન હતું જે 2014ના વર્ષમાં લોંચ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ચંદ્રયાન-1 ભારતનું પ્રથમ ચંદ્ર અભિયાન હતું અને તેને 2008માં લોંચ કરવામાં આવ્યું હતું. જ્યારે મંગલયાન ભારતનું મંગળ અભિયાન હતું જે 2014ના વર્ષમાં લોંચ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024