Surat
સુરત (Surat) ના ઉંમરગામ ખાતે આવેલા તાપી નદીમાં એકજ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી ત્રણ બળકોના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. ત્રણ પૈકી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે એક બાળકી હજીપણ લાપતા હતી. ઘટનાના બે દિવસ બાદ લગભગ 36 કલાક જેટલા સમય પછી લાપતા બાળકીનો મૃતદે મળી આવતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
9મી ડિસેમ્બરના રોજ સુરતના ઉમરા ગામ ખાતે આવેલા તાપી નદીમાં બપોરના સમયે એકજ પરિવારના ચાર બાળકો તાપી નદી કિનારે રમતા હતા. ચારે બાળકો નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ એક બાળક નદીમાંથી બહાર નીકળી ઘરે જઈને પરિવારને જાણ કરી હતી કે બહેન સાથે મોટા ભાઈઓ દીકરો અને દીકરી પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
આ પણ જુઓ : જમાત-ઉલ-મુજાહિદ્દીનના એક આતંકવાદીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે ઝડપી પાડ્યો
આ ઘટનાની જાણકારી મળતા પરિવાર તાત્કાલિક નદી કિનારે દોડી બાળકોની શોધ કરતા મોટા ભાઈના બે બાળકોમાં છોકરો અને છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જણકારી મળતા ફાયર વિભાગ સાથે પોલીસ પણ તાતકાલિક બનાવ વળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો નોંધી તપાસ શરું કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.