EMT Day

આજ રોજ રાષ્ટ્રીય EMT દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત GVK EMRI 108 ઇમેર્જનસી સેવા અને 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (૧૯૬૨-MVD) દ્વારા EMT અને પાયલોટ મિત્રોને પ્રોત્સાહન આપવા માટે પાલનપુર ખાતે બેડમિન્ટન રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 108 ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, 1962 ના પ્રોગ્રામ મેનેજર ડો.મયંક પટેલ તથા 108 ના પાટણના સુપરવાઈઝર નરેશ પટેલ અને MVD ના પ્રોજેક્ટ કોર્ડિંનેટર હાર્દિક બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ, બનાસકાંઠા અને મહેસાણાની 108-ખિલખિલાટ,1962,MVD અને MHU ની ટીમો વચ્ચે ખુબજ સુંદર રીતે બેડમિન્ટન રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાંથી 108-ખિલખિલાટ ની 3 ટીમો અને 1962-MVD ની 1 ટીમ વિજેતા બની હતી.પાટણની ટીમ વિજેતા બનવાથી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.