ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગાંધીનગર, ટીમ ઓપીએસ ગુજરાત તથા NOPRUF(Gujarat) ના અદેશ અને સુચના અનુસાર આજ રોજ ૧લી એપ્રિલને “બ્લેક ડે” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ.
જે અંતર્ગત જિલ્લા તિજોરી કચેરી પાટણ, લોકલ ફંડ કચેરી પાટણ તથા આરટીઓ કચેરી પાટણ ખાતે તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ નવવર્ધિત પેન્શન યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ નવવર્ધિત પેન્શન યોજનાની જગ્યાએ જુની પેન્શન યોજના દાખલ કરવા રજુઆત કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડલ પાટણ જિલ્લા ના પ્રમુખ તથા ગુજરાત રાજ્ય હિસાબી કર્મચારી મંડલના જિલ્લા તિજોરી કચેરી ના કન્વીનર શૈલેષભાઇ પટેલ તથા લોકલ ફંડ કચેરીના કંન્વીનર ભરતભાઇ દેસાઇ તથા એનપીએસ ધારક જિલ્લા તિજોરી કચેરી પાટણ, લોકલ ફંડ કચેરી પાટણ તથા આરટીઓ કચેરી પાટણના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.
- Professional College Paper Writers
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી