Parliament
સંસદ (Parliament)ના પહેલા જ દિવસે ૨૮ સંસદસભ્યોના સેમ્પલના પરિણામ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. સંસદના ચોમાસું સત્ર પહેલાં તમામ સંસદસભ્યો અને કર્મચારીઓ માટે ફરજિયાત કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૨૮ સંસદસભ્યોના સેમ્પલના પરિણામ પોઝિટિવ આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૯ સંસદસભ્યોના કોરોના સંક્રમિત મળી આવ્યાં છે.
લોકસભાની કાર્યવાહીના પ્રથમ દિવસે 200 સાંસદો મુખ્ય હોલમાં અને 30 થી વધુ સાંસદ પ્રેક્ષક દીર્ધામાં બેઠાં હતાં. કેટલાંક સાંસદોને રાજ્યસભાની ચેમ્બરમાં બેસાડવામાં આવ્યાં હતાં. સોમવારની કાર્યવાહીમાં લોકસભા સચિવાલય અનુસાર 359 સાંસદો હાજર રહ્યાં હતાં.
આ પણ જુઓ : Petrol Diesel prices : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો
લોકસભા સચિવાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર સંસદની કાર્યવાહીના પહેલા જ દિવસે લોકસભાના ૨૧ સંસદસભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડી, ભાજપના સાંસદો મીનાક્ષી લેખી, અનંતકુમાર હેગડે, પરવેશ સાહિબસિંહ, રીટા બહુગુણા જોશી અને કૌશલ કિશોર સહિતના નેતાઓ કોરોનાથી સંક્રમિત થયાં છે.
આ પણ જુઓ : ભારત ECOSOC નું સભ્ય બન્યું, 2025 સુધી રહેશે સભ્ય
લોકસભામાં કોરોનાથી સંક્રમિત થયેલા સાંસદોમાં ભાજપના ૧૨, વાયએસઆર કોંગ્રેસના 2, શિવસેનાના એક, ડીએમકેના એક અને આરએલપીના એક સાંસદનો સમાવેશ થાય છે. સંસદના પહેલા જ દિવસે ૨૮ સંસદસભ્યોના સેમ્પલના પરિણામ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.