Jammu and Kashmir
જમ્મુ કશ્મીર (Jammu and Kashmir)ના નેતાઓ વિદેશ જઇને ભારત વિરોધી પ્રચાર કરે કેન્દ્રના વિદેશ ખાતાને એવો ડર છે. જેથી જમ્મુ કાશ્મીરના ઓછામાં ઓછા 33 નેતાઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં વિભાજનવાદી નેતાઓનો પણ સમાવેશ થતો હતો. વિશ્વસનીય સૂત્ર દ્વારા એવી માહિતી મળી હતી કે તાજેતરમાં એક નેતાને દૂબઇ જતાં રોકવામાં આવ્યા હતા.
તાજેતરમાં ફારુખ અબ્દુલ્લાએ એવી ડંફાસ મારી હતી કે અમે ચીનની મદદથી જમ્મુ કશ્મીરમાં 370મી કલમ પાછી અમલમાં લાવશું.
આ પણ જુઓ : મરિયમ નવાઝનો આક્ષેપ: હું જેલમાં હતી ત્યારે ઇમરાન ખાને બાથરૂમમાં પણ કેમેરા મૂક્યા હતા
જમ્મુ કશમીરના ત્રણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ડૉક્ટર ફારુખ અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા અને પીડીપીના મહેબૂબા મુફ્તીની વિદેશયાત્રા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. મહેબૂબા મુફ્તીએ પણ એવો પડકાર કર્યો હતો કે જમ્મુ કશ્મીરના ધ્વજને પહેલાં જેવું ગૌરવ મળે તો જ હું ભારતના રાષ્ટ્રધ્વજને હાથ લગાડીશ.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.