Gujarat
ગુજરાત (Gujarat) ના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ની સરકારે મોટી દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દિવાળીના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો હિતકારી નિર્ણય લેવાયો છે.
ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે.
આ પણ જુઓ : ભારતીય નૌસેનામાં સ્કોર્પિયન ક્લાસની 5 મી સબમરિન થઈ સામેલ
મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દિવાળીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે. તથા નાના વેપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. આ નિર્ણયથી પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.