Chief Minister Vijay Rupani

દેશમાં લોકડાઉનને કારણે શાળા-કોલેજો બંધ હોવાથી આ મુદ્દાને લઇ આજ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ હતી. તેમાં શાળા કોલેજો શરૂ કરવાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

શાળા કોલેજ યુનિવર્સિટી સંચાલકો શિક્ષણવિદો બીપીપીચર લોકો સાથે મિટિંગોનો દોર કરીને અનેક મિટીંગો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. 23 નવેમ્બરથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. શાળા કોલેજ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલી ની લેખિત સંમતિ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. હવે જ્યારે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે ત્યારે ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ પણ જુઓ : ગુજરાતમાં ફરી આવી શકે છે પીએમ મોદી, આજે ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે

કોલેજ અને યુનિવર્સિટીના પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ કરવામાં આવશે, તેમજ અંડરગ્રેજ્યુએટ સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ વરસના જ વર્ગો શરૂ કરાશે. ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો ભારત સરકારની એસપી સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024