સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં નેપોટિઝમને લઈને પબ્લિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સ્ટાર કિડ્સને બોયકોટ કરી રહ્યા છે. તેવામાં સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સ્ટાર ફિલ્મ ‘સડક-2’નાં ટ્રેલર (Sadak 2 Trailer)નો ભારે વિરોધ થઇ રહ્યો છે. યૂટ્યુબ પર ટ્રેલર રિલીઝ થતા ભારે ડિસલાઇક્સ મળી રહી છે. અત્યાર સુધીમાં 6.5 મિલિનય લોકોએ સડક-2ના ટ્રેલર (Sadak 2 Trailer) ડિસલાઇક કર્યુ છે.
આ મામલે પૂજા ભટ્ટનું રિએક્શન સામે આવ્યું છે. પૂજા ભટ્ટે ‘સડક-2’ને ટ્રોલ કરી રહેલાં લોકોને જવાબ આપ્યો છે. એક ટ્વિટર યૂઝરે પૂજા ભટ્ટને ટેગ કરીને લખ્યુ છે કે, ‘પૂજા ભટ્ટ હેટર્સ માટે ચિંતા કરવાની જરૂર નથી. 6.2 મિલિયન ડિસલાઇક્સ છતાં પણ સડક-2 નંબર 1 ટ્રેડિંગ પર છે. ફિલ્મ માટે શુભકામનાઓ. ‘
Hey @PoojaB1972 , Don’t worry about the Haters .
After 4.2M Dislikes, Yet Sadak 2 is #1 on trending .
Best wishes for the movie 👍👍@aliaa08 @MaheshNBhatt @Soni_Razdan @shufta20 @duttsanjay . pic.twitter.com/EOA7zuKswN— Firdose Shawl فردوس شال (@firdoseshawl_jk) August 12, 2020
આ યૂઝરની પોસ્ટનાં રિપ્લાયમાં પૂજા ભટ્ટે લખ્યુ છે કે, ‘મને જરાં પણ ચિંતા નથી લવર્સ/હેટર્સ એક સિક્કાની બે બાજુ છે. પોતાનો સમય આપવા માટે અને તેને ટ્રેન્ડિંગ બનાવવી રાખવા માટે મારે બંનેને શ્રેય આપવો પડશે. આપની શુભેચ્છા માટે ધન્યવાદ’.
આ પણ જુઓ : Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા
ઉપરાંત પૂજા ભટ્ટની આ ટ્વિટ પર તેની માતાએ રિટ્વિટ કરીને તેનાં વખાણ કર્યા છે અને લખ્યુ છે કે, ‘સ્માર્ટ ગર્લ, બહુજ સાચી વાત છે’
Smart girl and absolutely true. https://t.co/Tpg5FWzwSL
— Soni Razdan (@Soni_Razdan) August 13, 2020
આ ફિલ્મને વધુ દિલચસ્પ બનાવવા માટે સંજય દત્તની જુની ‘સડક’ની બેકગ્રાઉન્ડ સ્ટોરી પણ લેવામાં આવી છે. જે સાથે દર્શાવવામાં આવ્યું છે કે, આલિયા ભટ્ટ ફેક ગુરુઓ વિરુદ્ધ જંગ લડતી નજર આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow