સુરત :ઓલપાડમાંથી લાખોની કિંમતનો 30 મણ ગાંજો પોલીસના કબ્જે.

પોસ્ટ કેવી લાગી?
  • સુરત ના દક્ષિણ ગુજરાતમાં ગાંજાનો ધીકતો વેપાર ડામી દેવા માટે પોલીસે ઘણી મહેનત કરી છે. ત્યારે દર મહિને બે મહિને ગાંજો વેચતા ઇસમો ઝડપાઈ રહ્યા છે.
  • ગાંજાનો આટલો મોટો જથ્થો જોઈને રેડ કરવા ગયેલી પોલીસ પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી. આ દરમિયાન સુરત જિલ્લામાં નશાની તસ્કરી કરતા એક શખ્શને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઓલપાડમાં એક દરોડો પાડી ઝડપી પાડ્યો છે.
  • એલસીબી અને એસઓજીએ બાતમીના આધારે રેડ કરી એક શખ્શને ઝડપી પાડ્યો, દક્ષિણ ગુજરાતમાંથી ગાંજાનું મોટું નેટવર્ક ઝડપાયું જોકે, જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ શખ્સે ઓલપાડના કુદસદ ગામે આ વ્યક્તિએ ગોડાઉન બનાવી ગાંજાનો ધંધો શરૂ કર્યો હતો. ઝડપાયેલા શખ્સ સાથે પોલીસે 600 કિલો એટલે કે 30 મણ ગાંજો ઝડપી પાડ્યો છે.
  • પોલીસની રેડમાં ઝડપાયેલા શખ્સે કુદસદ ગામે આવેલા એક ખુલ્લા ખેતરમાં ગોડાઉન બનાવ્યું હતું અને તેમાં ખાતરના કોથળામાં ગાંજો ભરી રાખ્યો હતો. આ ગાંજો તે ઓરિસ્સાથી મંગાવી અને છૂટકમાં સપ્લાય કરતો હતો. જોકે, પોલીસને આ બાબતની જાણ થતા જ આજે સુરત જિલ્લાની એલસીબી અને એસઓજી પોલીસે તાપસ હાથ ધરી હતી અને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.
  • ઓલપાડમાંથી ગાંજા સાથે ઝડપાયેલો શખ્શ અગાઉ પણ ગાંજા સાથે ઝડપાયો હતો. આ શખ્સ અગાઉ 14 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો પરંતુ તે છૂટી ગયો હતો તેમ છતાં તેણે નશાનો કારોબાર બંધ કર્યો નહોતો.
  • ગાંજાની કિંમત પણ ઉંચી હોય છે ત્યારે આટલો મોટો જથ્થો તેણે સાચવી રાખ્યો ત્યારે પોલીસને જાણ મળી હતી અને તેના આધારે આ આ નેટવર્ક ઝડપાયું હતું
  • 600 કિલો ગાંજાની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું અનુમાન છે. જોકે, ગાંજાના કોઈ સ્ટાન્ડર્ડ ભાવ નથી હોતા પરંતુ નશાના બજારમાં જરૂરિયાત અને સપ્લાયના આધારે કાળો કારોબાર કરવામાં આવે છે. આ પ્રકારના હોલસેલરો છૂટક સપ્લાયરોને ગાંજો વેચી મારતા હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી પોલીસને લાખો રૂપિયાની કિંમતનો અંદાજ ધરાવતો 30 મણ ગાંજો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures