પાટણ: સાતમી આર્થિક ગણતરીનો કલેકટર સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય વર્કશોપનું આયોજન.
આજ રોજ તા : ૧૨-૦૬-૨૦૧૯ ના રોજ જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે સાતમી આર્થિક ગણતરીનો કલેકટર સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જણાવાયું હતુ કે CSC (કોમન સર્વિસ સેન્ટર) ના vle કે જે સુપરવાઈઝરનું કામ કરશે અને તેમની ટીમ ઈમ્યુનેટર તરીકે ગર્વર્મેન્ટની મોબાઈલ એપ્લીકેશન દ્વારા ડોર ટુ ડોર સર્વે ની કામગીરી કરશે
આ આર્થિક ગણતરી ના આધારે ગર્વમેન્ટ પ્રજા લક્ષી નવી સારીનીતિઓ ઘડી ને પ્રજાની સેવા નું કામ કરશે.
આ વર્કશોપનું આયોજન પાટણ જિલ્લાનાં CSC ડીસ્ટ્રીક મેનેજર મયુરભાઈ લીમ્બાચીયા અને ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમા જિલ્લા આંકડા અધિકારી શ્રી બી.એન.રાવલ સાહેબ અને તેમની ટીમ હાજર રહી હતી. તે ઉપરાંત ડીસ્ટ્રીક ઈન્ફોમેટીકસ ઓફીસરશ્રી જે.બી.સોની સાહેબ, સ્ટેટેટીકસ ઓફીસરશ્રી (NSSO) અનુજ ચતુર્વેદી સાહેબ , માહિતી નિયામક કૌશિકભાઈ ગજ્જર સાહેબ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.