Odisha

મજૂરોને લઈને ઓરિસ્સા (Odisha) થી ગુજરાત આવી રહેલી બસને છત્તીસગઢના રાયપુર જિલ્લામાં ભયંકર અકસ્માત થયો છે. તો અકસ્માતમાં 7 કામદારોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 50 થી વધુ મજૂરો ઘાયલ થયા છે.

માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી બાજુ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગોઝારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

આ બસ શનિવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ રાયપુરના નેશનલ હાઇવે 53 પર પહોંચી હતી. દરમિયાન સામેથી આવતી ટ્રક તેની સાથે જોરદાર ટકરાઈ હતી. તો અકસ્માત બાદ તમામ કામદારોને તાત્કાલિક રાયપુરની સરકારી મેકાહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ભયંકર અકસ્માતમાં વિશાળ બસનો એક ભાગ સંપૂર્ણ રીતે ઉખડી ગયો હતો. આ અકસ્માતમાં 6 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે, આ દુર્ઘટનામાં 50 થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ખૂબ ગંભીર છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024