BSNL ના 20 હજાર કર્મચારીઓ પર નોકરીનું સકંટ આવ્યું છે. BSNL ના કર્મચારી યુનિયનને જણાવ્યું છે કે BSNL એ ખર્ચમાં કાપના આદેશ પણ આપ્યા છે.

યુનિયને તો દાવો પણ કર્યો છે કે બીએસએનએલ સમય પર પગાર તો નથી જ ચૂકવી રહ્યું પણ 20 હજાર લોકો બેરોજગાર થઈ જશે. એટલું જ નહીં 30 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પહેલા જ કાઢી મુકાયા છે.

આ ઉપરાંત યુનિયનનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ કર્મીઓના ખર્ચ પર કાપનો આદેશ છે.  તેમજ યુનિયને જણાવ્યું કે અગાઉ BSNL 30 હજાર કોન્ટ્રાક્ટ કર્મીઓને હટાવી ચુકી છે. BSNLકર્મીઓને સમય પર પગાર ચુકવતું નથી. તો છેલ્લા 14 મહિનાથી પગાર ચુકવાયો નથી.

બીએસએનએલના ચેરમેન તથા મેનેજમેન્ટ ડિરેક્ટર પી કે પુરવારને લખેલા પત્રમાં યુનિયને કહ્યું છે કે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના (વીઆરએસ) બાદ કંપનીની નાણાં સ્થિતિ વધારે ખરાબ થઈ છે. તો છેલ્લા 1 વર્ષથી વધારાનું વેતન ચૂકવાયુ નથી. વિભિન્ન શહેરોમાં મેનપાવરની અછતના કારણે નેટવર્કમાં ખરાબીની સમસ્યા વધી છે.

સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના (વીઆરએસ) બાદ કંપની કર્મચારીઓને સમય પર પગાર નથી આપી રહી. 14 મહિનાથી ચૂકવણી ન થઈ હોવાથી 13 કોન્ટ્રાક્ટ કર્મીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024