New Delhi
નવી દિલ્હી (New Delhi)ના રેલવે સ્ટેશન પર DRI (Directorate of Revenue Intelligence) એ સોનાની દાણચોરીમાં સંડોવાયેલા 8 મુસાફરોની ધરપકડ કરી. આ પકડાયેલા મુસાફરો પાસેથી 504 વિદેશી સોનાના બિસ્કિટ જપ્ત કરાયા છે. સોનાના આ બિસ્કિટનું વજન 83.321 કિલોગ્રામ છે. જેની બજાર કિંમત લગભગ 42.89 કરોડ જણાવવામાં આવી રહી છે. અહેવાલ મુજબ પકડાયેલા લોકોએ સોનાને વિશેષ રીતે સીવડાવેલા કપડાના બનિયાનમાં છૂપાવ્યું હતું.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : એક અઠવાડિયું નહીં જઈ શકાય માઉન્ટ આબુ
Eight passengers were intercepted at New Delhi railway station & 504 smuggled foreign origin gold bars were recovered from their possession. The eight passengers have been arrested. Further probe underway: Directorate of Revenue Intelligence pic.twitter.com/WFfdosRNod
— ANI (@ANI) August 29, 2020
આ પણ જુઓ : સચિવોની બેઠકમાં દેશની પહેલી મેટ્રો ટ્રેનની ભાગીદારી વેચવાનું સૂચન કરાયું
ગુપ્ત બાતમી મળ્યા બાદ ડિબ્રુગઢ-નવી દિલ્હી (New Delhi) રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી પહોંચનારા 8 મુસાફરોને સ્ટેશન પર રોકવામાં આવ્યાં અને તેમની પાસેથી 504 વિદેશી મૂળના સોનાના બિસ્કિટો મળી આવ્યાં. ડીઆરઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ ભારત-મ્યાંમાર સરહદના માધ્યમથી ભારતમાં સોનાની દાણચોરી કરી હતી. તેમજ તમામ આરોપીઓ પાસેથી ફેક ઓળખ પત્રો મળી આવ્યાં છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.