- ચેન્નઈમાં હીં ચિકનના નામે 30 રૂપિયાની પ્લેટમાં વેચાતી હતી ‘કૌઆ બિરયાની’!
- જો તમે અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલાની ફિલ્મ રન જોઈ હશે તો આપને તેમાં ‘કૌઆ બિરયાની’ વાળો સીન ચોક્કસ યાદ હશે. આ સીનમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક્ટર વિજય રાજને રસ્તાના કિનારે રેકડીવાળો ચિકન બિરયાનીના નામે ‘કૌઆ બિરયાની’ ખવડાવી દે છે.
- તમિલનાડુના રામેશ્વરમમાં આવો જ મામલો સામે આવ્યો છે.
- કાગડા ઘટી રહ્યા હોવાથી લોકોને શંકા ગઈ, દરોડામાં 150 મરેલા કાગડાં મળી આવતાં થયો ચોંકાવનારો ખુલાસો રામેશ્વરમમાં રસ્તા કિનારે લાગતી રેકડી પર જ્યારે ખાદ્ય વિભાગે દરોડો પાડ્યો તો તેમના હોશ ઉડી ગયા. રેકડી પર સસ્તા ભાવમાં લોકોને જે ચિકન બિરયાની ખવડાવામાં આવી રહી હતી તે હકીકતમાં કાગડાનું માંસ હતું. અહીં 30 રૂપિયામાં ચિકન બિરયાનીના નામે ‘કૌઆ બિરયાની’ વેચવામાં આવી રહી હતી.
- જે રેકડી પર દરોડો પાડવામાં આવ્યો તે રામેશ્વરમ મંદિરની પાસે છે. અહીં શ્રદ્ધાળુઓને રેકડી પર કૌઆ બિરયાની વેચવાની શંકા થઈ, કારણ કે શ્રદ્ધાળુઓ અહીં કાગડાઓને દાણા નાખતા હતા, પરંતુ કેટલાક દિવસોથી અનેક કાગળા મરેલા જોવા મળતા હતા. એક શ્રદ્ધાળુએ તેની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ખાદ્ય વિભાગના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી.
- પોલીસે રેકડી પર દરોડો પાડ્યો અને ત્યાંથી 150 મરેલા કાગડા જપ્ત કર્યા. પોલીસે રેકડી ચલાવનારા શખ્સ અને તેના હેલ્પરની ધરપકડ કરી લીધી. પૂછપરછમાં આ બંનેએ ચોંકાવનારો ખુલાસો કર્યો.
- રેકડીવાળાએ જણાવ્યું હતું કે, આ ધંધા સાથે બીજા લોકો પણ જોડાયેલા છે. પહેલા આ લોકો ચોખામાં ઝેર ભેળવીને રસ્તા પર ફેલાવી દેતા હતા. તેને ખાઈને કાગડા મરી જતા હતા, પછી તે મરેલા કાગડાઓને નાના દુકાનદારોને વેચી દેવામાં આવતા હતા. દુકાનદાર આ કાગડાનું માંસ ચિકન બિરયાનીના નામે વેચતા હતા.ઓછા ભાવના કારણે અહીં ગ્રાહકોની ભીડ પણ એકત્ર થતી હતી.
- જોકે, આ પહેલી ઘટના નથી જ્યારે કૌઆ બિરયાનીનો મામલો સામે આવ્યો હોય. આ પહેલા દિલ્હી અને કોલકાતમાં કાગડા અને કૂતરાની બિરયાનીનો મામલો સામે આવી ચૂક્યો છે. બીજી તરફ ચેન્નઈમાં પણ ખાદ્ય વિભાગે એક રેકડી પર દરોડો પાડીને કૂતરા-બિલાડીનું માંસ વેચનારની ધરપકડ કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News