- મોટે ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ.
- તો આજે બનાવો મિલ્ક પાઉડરમાંથી બનાવો કેક.
- નાના બાળકોથી લઈને મોટા લોકોને પણ કેક ભાવતી હોય છે. અત્યાર સુધી તમે અલગ અલગ ફ્લેવરની કેક ટ્રાય કરી હશે. તો હવે ટ્રાય કરો મિલ્ક પાઉડરમાંથી બનાવેલી કેક.
સામગ્રીઃ
- મેંદો – 2 કપ
- વેનિલા એસેન્સ – થોડાં ટીપાં
- મિલ્ક પાઉડર – 1 કપ
- ખાવાનો સોડા – 1 ચમચી
- આઇસિંગ સુગર – 1 કપ
- ઘી – 1 કપ
- બેકિંગ પાઉડર – 1 ચમચો
રીત :
- સૌપ્રથમ ઘી લો , ત્યારબાદ મિલ્ક પાઉડર અને ખાંડને એક તપેલીમાં લઇ સારી રીતે મિક્સ કરો.
- તે પછી તેમાં મેંદો, બેકિંગ પાઉડર, ખાવાનો સોડા, વેનિલા એસેન્સ નાખો અને જરૂર પૂરતું દૂધ ઉમેરતાં જઇ તેને મિક્સ કરો.
- બેકિંગ ટ્રેને ઘીવાળી કરી તેના પર મેંદો ભભરાવો.
- હવે મિશ્રણને બેકિંગ ટ્રેમાં કાઢી તેને 200 ડિગ્રીએ ગરમ કરેલા ઓવનમાં 35 મિનિટ બેક કરો.
- પછી ઓવનમાંથી બહાર કાઢી ઠંડું થવા દો. તેના પર ટૂટી-ફ્રૂટી નાખીને સર્વ કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News